Janmakundali melapak (3)જન્મકુંડળી મેળાપક કેટલો જરુરી !! (3)
લેખાંક 3.
શું બે વ્યક્તીનો પ્રથમ ઇંટેરવ્યુ થવો જોઇએ, કે જન્મકુંડળી મળવી જોઈએ !
જી હાં પ્રથમ જન્મકુંડળી ઓ મેળવવી જોઈએ. અને ત્યાર બાદ ઇંટેરવ્યુ. સામાન્ય રીતે જન્મકુંડ્ળી મળતી આવ્તિ હૉય તૉ બંને પક્શે ઉમળકો જળવાઇ રહે છે. સામાજીક મોભો-સ્ટેટ્સ બંને પક્શે મંજુર હોય છે. પરંતું ઘણીવાર અવું બને છે કે કોઇના કહેવાથી કે કોઇપણ જાતના જન્માક્ષ્રર મેળાપક કર્યા વગર ઇંટેરવ્યુ ગોઠવાઇ છે – વાત ગમતી આવે છે અને ઉતાવ્ળે ચાંલાવીધિ કરે સગપણ-વેવીસાળ કરી લીધાબાદ લગ્નતિથિ -મુહત નકકિ કરવા જ્યોતિષી પાસે જાય. હવે કદાચ જન્મકુંડ્ળી ઓ જ મળતી આવતી ન હોય તો લગ્નમુહર્ત શી રીતે અપાય ?
છ્તાંપણ બંને પક્શો ને વાત ગમતી આવવાને કારણે તેમજ ઇંટેરવ્યુ માં છોકરા-છોકરીને પણ બધું યોગ્ય લાગતાં સગવડીયાં લગ્ન તેમની રીતે કરી લેતાં હોય છે. આવા લગ્નો જ્યારે કંકાસ માં પડે છે ત્યારે કોર્ટ ના ધકકા ખાતા હોય છે. ત્યારબાદ તેઓ જ્યોતિષી પાસે જાય છે અને કબુલ કર્તાં હોય છે કે તમારી વાત સાચી છે કે કુંન્ડળીઓ જ મળતી નથી આવતી તો તે બાબતે અમારે ગંભીરતા થી વિચારી વેવિસાળ તોડવું જોઇતું હતું.
ઘણીજ ઓછી વ્યક્તીઓ આટલી સમજદારી પુર્વક આ જ્યોતિષશાસ્ત્ર ને માનતાં હોય છે.
અને માટે જ કહી એ છિએ કે પ્રથમ જન્મ કુંડ્ળીઓ મેળ્વો. એવરેજ મેળાપક સારો આવતો હોય ( 100 ટકા તો કોઇની પણ ન મળે ) ત્યારે છોકરા-છોકરીને બંને ને જેતે નહી મળતી બાબતે વાકેફ કરી માર્ગદર્શન આપો કે થોડું કોમ્પ્રોમાઇજ કરવા થી સોનામાં સુગંધ ભળે છે. સુખી થવાં ઇંટરવ્યું માં જ બંને જાણી લે. સંપુર્ણ તો કોઇ જ હોતું નથી. પરંતુ વધુમાં વધુ પોસિટીવ ગુણાંક મળતાં આવતાં હોય તો આગળ વધવા માં ના નહીં.
વધુ આવતા અંકે …..
ડો. સુધીર શાહ
તમારા લેખ નુ મે વાંચન કર્યુ.
આ લેખ મને વઘુ આકર્ષક કરે અને તમારા લેખ નુ વાંચન કરુ છુ.