Janmakundali melapak (2)જન્મકુંડળી મેળાપક કેટલો જરુરી !! (2)

લેખાંક 2.

શનિ અને મંગળ બંનેના ગુણધર્મો અલગ અલગ છે. શનિ ઠંડો પથરો છે – આળસુ છે- શનિ ની પ્રક્રુતિ ઠંડીવાળી છે.  શનિ વાળા એકલતા ના ગુણવાળા હોય છે. શનિવાળા સમય આવ્યે જ ડંખ દે છે. શનિવાળા વળવાળા હોય છે. જલ્દી માફી આપી શકતા નથી. શનિવાળા મનમા ને મનમાં બળનારા છે. શનિવાળા અતિશય જીદી પણ ખરા. શનિવાળા કામ-વિષયવાસનાથી દુર ભાગનારા. શનિવાળા એકલતામાં રાચનારા તથા એકલપટુડા ગણાય.

આમ શનિના ગુણધર્મ ની સામે મંગળના ગુણધમ્રો તદ્દ્ન વિરુધ રહે છે. મંગળ તો ઉગ્ર છે-ક્રોધી છે- પરંતુ સાચેસાચું કહી દીધા પછિ મનમા કાંઇ નહી. મંગળવાળા ઉત્સાહી છે. ઉત્તાવળા છે. મંગળવાળા બહુજ દિલેર હોય છે. મંગળવાળા જીદ્દી ખરા પરંતુ સમજાવ્યા બાદ તુરંત માની જવાવાળા. મંગળવાળા મનમા ને મનમાં બળતા નથી- પરંતુ કડવું-રોક્ડું સત્ય કહી દે છે. મંગળ વાળા બબડાટ-ચડભડ કરી લે પરંતુ શાંત પડયા પછિ કંઇ નહી. મંગળવાળા થોડા રોમેંટીક ખરા અને વિષયવાસના મજબુત ખરી. મંગળ વાળા ને અકેલ્તા ગમતી નથી તેમને કંપની ગમે છે- તથા કંપની માટે ઝંખે છે.

મંગળવાળી વ્યકતીને ઝ્ડપથી સમજાવી લેવાય છે. તેઓ વાત સાંભળયા બાદ સત્ય નો સ્વિકાર ઝડપથી કરી શકે છે. જ્યારે શનિવાળા વ્યક્તીને સમજાવવી બહુ જ ભારે- સત્ય ખબર પડ્યા પછી પણ ખેલદીલીપુર્વક સ્વિકાર કરતા નથી હોતા. ( અહિં શનિ તુલાનો-મકરનો કે કુંભનો હોય તેને આ લાગુ પડતું નથી.)

આમ મંગળ જ્યારે જન્મકુંડળી માં એક -ચાર – સાત – આંઠ અને બારમા સ્થાને હોય છે તો તે મંગળી કુંડળી ગણાય છે. તેજ રીતે શનિ પણ જન્મકુંડળી માં એક – ચાર – સાત – આંઠ – અને બારમા સ્થાને હોય છે તો તે શનિવાળી કુંડળી ગણાય છે.

અહીં માત્ર લગ્નજીવન માં બંધાતાં છોકરા-છોકરી ની જન્મકુંડળી ના મેળાપક બાબતે જ વીચારી એ છીએ.

આમ ઉપરોકત મંગળ અને શનિ ના વિરોધાભાષી ગુણધમૉ તમે જાણી લીધા તો પછિ મંગળ સાથે શનિ નો મેળ બેસાડાય જ નહી તે ધ્યાન માં રાખશો.

મંગળ સાથે મંગળવાળી અને શનિ ને શનિવાળા સાથે જ કુંડળી મેળાપક કરવો જોઇએ. એક સરખા ગુણધર્મો વાળા વધુ સારી રીતે સમજી શકે છે અને શાંતિથી જીવી શકે છે – તેમાં કોઇ જ શંકા ને સ્થાન નથી-નથી ને નથીજ.

વીચારો માં થોડા ઘણા મતભેદો હોય તો ચાલે પરંતુ વીચારો માં મનભેદો આવે ત્યારે ખલાસ. બધુંજ અસ્તવ્યસ્ત થઇ જાય. એટલેજ એક જ પ્રકાર  ના ગુણધર્મો વાળા વ્યક્તિઓ નો મેળ બેસાડાય તે અત્યંત જરુરી છે. કારણ મતભેદ ચલાવી શકાશે પરંતુ મનભેદ નહીં અને આમ લગ્નજીવન તુટતું અટકશે. મનભેદ એટલે એક આખો સળંગ કાચ – કાચમાં-શીશામાં એક વાર તિરાડ પડી તે પડી- તે કોઇ કાળે સંધાતી નથી. તિરાડ દેખાય- દેખાય ને દેખાય જ – માટે મનભેદ થવો જોઇએ નહીં – નહીં ને નહીજ .

ચંદ્ર ને વિચારો સાથે સંબંધ છે. તો વિચારો ને મત સાથે સંબંધ છે માટે બે મેળાપકવાળી કુંડળી ના ચંદ્ર રુપી રાશીમેળ બરાબર આવે તો મતભેદ રહે જ નહી અને મંગળ-શનિના ગુણધર્મો પ્રમાણે આગળ મેળાપક મળતાં મનભેદ પણ થાય જ નહીં.

વધુ આવતાં વખતે…..

ડો. સુધીર શાહ

Advertisements
  1. yes i agree, kundali melapak is the best solution.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: