Janmkundali Melapak (1)જન્મકુંડળી મેળાપક કેટલો જરુરી !! (1)

 લેખાંક 1.

જન્મ કુડળી ના બાર સ્થાનો સાથે સંકળાયેલી વિગતો – ખાસ કરીને દેહ્ભાવ – તંદુરસ્તી – વાન – ધન – મિત્ર – પૈસો – સ્વભાવ – ભણતર – જમીન – જાયદાદ – માતા-પિતા નુ સુખ – ભાઇઓ-બહેનો સાથે લેણાદેણી – રોગ – દુશ્મનાવટ – પિત્રુક સંપતી- વારસો – ભાગ્ય – લાભ – ગેરલાભ – ધંધો કે નોકરી – સ્ત્રિસુખ – દામ્પત્યજીવન – પતીસુખ – દગો – ફટ્કો – સંતાન – ધર્મ -વૈરાગ્ય – અદ્યાત્મિક્તા – કર્મ – વ્યય – નુક્સાન વિગેરે વિગેરે.  આમ ઉપરોક્ત થોડી વિગતો સમજવા માટે જણાવી છે. જન્મકુંડળી એ તમારો જન્મ સમય નો પડછાયો છે. તમારુ પ્રતિબિંબ છે. તમે કેવી વ્યક્તી છો.તમારો સ્વભાવ કેવો છે. તમને શુ શુ ગમે છે. તમને શેના તરફ અણગમો છે. શું ગમે છે – શું નથિ ગમતુ ? તમારી પ્રક્રુતી કેવી છે ?  વિગેરે બાબતે જાણી શકાય છે.

જ્યોતીષશાસ્ત્ર થકી છોકરા-છોકરી ની કુંડળી ઓ મેળવતા આ બન્ને સંસાર ની રથયાત્રા શાંતિપુર્વક ભોગવી શક્શે કે કેમ ? તે જાણવું જરુરી હોય છે. આજની ભણેલી-ગણેલી છોકરી ઓ કે છોકરા ઓ સમાન ર્હ્દય અને સાચું સહચાર્ય માંગે છે. માત્ર ભોજન – વસ્ત્રો અને સંતાનો માં જ  સુખ સમાઇ જતુ નથી. તેઓ  ના સંસ્કાર -સ્વભાવ્-શિક્શ્ણ- મિત્ર મંડળો ની અસરો અનુસાર પોતાના સુખ્-દ્ખ ના ખયાલો માં રાચે છે તેમજ  સંસાર નું સંચાલન બન્ને પક્શે બાન્ધછોડ તેમજ સહંશીલતા માંગી લે છે. ( પરંતુ તે બાન્ધછોડ અને સહંશીલતા ના અભાવે આપઘાતો અને છૂટાછેડા ની પરંપરા સર્જાય છે.)

છોકરા-છોકરી ની મેચયુરીટી લેવલ પણ તેટલું જ અગત્ય નું છે. એક બિજાને સમજી શકે-નિભાવી શકે- એક રાગ્ એક રંગે પરસપર નો સુમેળ જાળવી શકે અને જીવન આનન્દમય વીતાવી શકે, આવી પુરક માહિતી જન્મકુંડળી પર થી મળી શકે છે.

વષૌ ના અનુભવો એ જે સત્ય જણાયું છે તે આપ વાચક સમક્ષ રજુ કરુ છુ. ઘણી વ્યક્તિઓ દલીલ કરવા ખાતર દલીલ કરી લેતા હોય છે, કે ક્યાં અગાઉના જમાનામાં કુંડળી મેળવતા હતા. આ અમારા લગ્ન તો વડીલો એ ગોઠવી કાઢયા હતા. અમે વળી ક્યાં ગ્રહો-કુંડળી મેળવયા હતા. હાં ભઇ હાં, તમારી વાત તમારી રીતે સાચી જ  છે. તે સમયે વડીલોના દબાણે કોઇ ચું કે ચાં કરી શકતાં નહોતા. લાકડે-માંકડું વળગેલું હોય તો પણ ચલાવી લેતાં, પરંતુ અન્દરો અન્દર જીવ કોચવાતા અસંખ્ય સ્ત્રી-પુરુષો ને આ લેખકે રુબરુ સાંભળ્યા છે.

આજના જમાનાના છોકરા-છોકરી ઓ તટ્સ્થ અને વધુ પડતા બિંન્ધાસ્ત હોય છે. મા-બાપ ની વાત પણ માનતા હોતા નથી. આવા સમયે છોકરા-છોકરી પરણવાલાયક થાય ત્યારે મા-બાપ વધુ ચિંતિત હોય છે. ( અગાઉ તો વડીલ વર્ગ સામે બોલવાની કોઇ હિંમ્મ્ત જ  નહોતી.) આજના છોકરા-છોકરી પોતાનો ચોઇસ-પોતાનો મનગમતો (સાથી) વર્-વધુ શોધતા થઇ ગયા છે. આજકાલ તો ખુલેઆમ ” જીવનસાથી જોઇએ છે ” લગ્નસંબંધિ જાહેરાતો પણ વર્તમાનપત્રો આવે જ છે અને તે જાહેરાતો માં અમુક વાકયો બહુ જ  ઉડિ ને  આંખે વળગે તેવું લખયું હોય છે કે, ” જાહેરાત નો હેતુ યોગ્ય પસંદગી માટે ” તથા આવું પણ લખ્યું હોય છે કે, ” મંગળ છે / મંગળ વાળી કન્યા છે કે મંગળ વાળો છોકરો છે. શનિ છે- શનિ નથી. જન્માક્ષર ની કોપી.”

આજ નો સમાજ આધુનિક્તાની સાથે સાથે જયોતિષશાશ્ત્ર ની સેવા પણ લે જ છે. બે વ્યક્તિના જન્માક્ષર મેળવવામાં કંઇ જ ખોટું નથી. લેખ ના આરંભમા જ પ્રથમ જણાવ્યું છે તેમ તમામ જન્મકુંડ્ળીના બાર સ્થાનો સાથે સંક્ળાયેલી વિગતો મળ્વી લઇ ટકાવારી પ્રમાણે વધુ મા વધુ ગુણાંક મેળવી સુખી થઇ શકાય છે અને છુટાછેડા કે આપઘાત જેવી ઘટના ઓ ઘટાડી શકાય છે અને તે થીજ જન્મકુંડ્ળી મેળવ્વી જરુરી છે જ.

લાલચ અને દહેજ બુરી ચીજ છે. આ સમાજ માં લાલ્ચુઓ અને દહેજ લેનારાઓ જન્મકુંડળી મેળાપક માં માનતા નથી.

જન્મકુંડળી ના બારેય સ્થાનો ની તુલના કરી લીધા બાદ મુખ્ય રીતે નિચેનિ વિગતો  પણ  ધ્યાન માં લેવાવી જોઇએ જ. રાશિઓ ના પરસ્પર શુભાશુભ યોગો- મંગળ દોષ – શનિ દોષ – ગુણેકય મેળ – કુટુમ્બાધિપતી- પંચમાધિપતી- ભાગ્યાધિપતી અને વ્ય્યાધિપતી યોગો વિગેરે ધ્યાનમાં લેવાવા જોઇએ.

શું શનિ સામે શની જ જોઈએ  ? શું મંગળ સામે મંગળ જ જોઇએ  ?  શું મંગળ વાળી કુંડળી ના મેળ સામે શનિ વાળી કુંડળી મેળ ચાલે ખરો !!   બે વ્યક્તિ નું પ્રથમ મિલન ઇંન્ટરવ્યુરુપે થયા બાદ જન્મકુંડળી મેળવવી જોઇએ કે ઇંન્ટરવ્યુ થવા પહેલાં જન્મકુંડળીઓ મેળવવી જોઇએ !!

વધુ વિગત આવતા અંકે…….

ડો. સુધીર શાહ

  1. Nice Artical . Thanks

  2. Intresting details . I Like this Artical . Thanks .

  3. MARE JANAM KUNDLI KADHVI SE

  4. nice astrology

  5. This is fact and realy interested.

  6. સુંન્દર લેખ.

    જયેશ ગાંધી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: