ગોધરાના મોટાભાઈજી શ્રી ગોકુલનાથજી મંદિર નો ઇતિહાસ :

ગોધરાના મોટાભાઈજી શ્રી ગોકુલનાથજી મંદિર નો ઇતિહાસ :

આજથી આશરે પોણાબસો વર્ષ પહેલાની આ વાત છે.
વજેરામભાઈ નામે એક નાગર બ્રાહ્મણ ગોધરાનાં ભાટવાડામાં વસતા હતા.
તેઓ ભક્તિભાવ વાળા હતા. તેઓને શ્રી ગોકુલનાથ ઉપર અત્યંત આસ્થા
હતી. તેઓનું જીવનચરિત્ર જોતાં જાણવા મળેલ છે કે વજેરામભાઈ એ
શ્રી ગોકુલનાથજીના સાક્ષાત પ્રત્યક્ષ દર્શન કરવા સારૂ ગોકુલમાં જઈ આકરું
તપ આદરયું હતું. તેઓ છ માસ સુધી એક ઝાડ ઉપર રહયા હતા. આમ
તેઓની એકાગ્રતા અને આસક્તિ જોઇને શ્રી ગોકુલનાથજી પ્રગટ થયા હતા
અને પોતાના અનન્ય સેવક બહેન્જીરાજ મારફતે તેઓને બેઠકમાં બોલાવી
અદભુત રસનું દાન કર્યું હતું , અને સાક્ષાત દર્શન આપ્યાં હતાં .
આ શ્રી બહેન્જીરાજનું મંદિર હાલ નડિયાદ માં છે, ત્યારબાદ ત્યાંથી જે સેવા
પધરાવી આપી હતી તે સેવા એક પાલખીમાં પધરાવી ઉજૈન થઈને વૈષ્ણવો
સાથે ગોધરામાં લાવ્યા હતાં . સાથે લાવેલ દંડ તથા ટોપની સેવા જે સેવા
” પાલખી ” તરીકે ઓળખાય છે તે હાલ ભરુચી વૈષ્ણવો અલગતાથી કરે છે.
આમ વાજેરામભાઈ મોટાભાઈ તરીકે ઓળખાયા અને માનવાચક તરીકે
આ મંદિર ” મોટાભાઈજી શ્રી ગોકુલનાથજી મંદિર ” તરીકે ગોધરામાં જાણીતું છે.
શ્રી કનેયા મહાપ્રભુએ સમગ્ર વૈષ્ણવો માટે કરીને આ મનોહર સ્વરૂપ સેવા
પધરાવી આપી સેવા સરુ કરાવી હતી. ત્યારથી આજદિન સુધી ગોકુલનાથજીના
ઘરની મર્યાદા પ્રમાણે તેની સેવા થયા છે.

હાલના ટ્રસ્ટીઓ : શ્રી વિરેન્દ્રકુમાર ઓચ્છવલાલ પરીખ : મોબાઈલ – 9429211484
શ્રી સુરેશભાઈ કાન્તિલાલ શાહ : મોબાઈલ – 9427619549
શ્રી મુકેશભાઈ એન. શાહ : મોબાઈલ – 9428030115

મંદિર ટેલીફોન નંબર : 02672 – 250555
02672 – 241926

તાજેતરમાંજ 23 જૂન 2014 માં મારી રૂબરૂ મુલાકાત ગોધરા ના આ મંદિરમાં થઈ હતી,
ત્યારે ટ્રસ્ટી શ્રી વિરેન્દ્રકુમાર દ્વારા અપાયેલ માહિતી મુજબ રજુ કરેલ છે.

સર્વ વૈષ્ણવો જરૂરથી આ મંદિર ની મુલાકાત લેશો.

ડૉ. સુધીર શાહ નાં વંદન

DSC_0490

 

Posted on 27/06/2014, in Dr.Sudhir Shah and tagged , , , . Bookmark the permalink. ગોધરાના મોટાભાઈજી શ્રી ગોકુલનાથજી મંદિર નો ઇતિહાસ : માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: