ફિલ્મ મેકર કરણ જોહર ની વાત નથી

આજે સવારે જ કોઈની સાથે હું વોટ્સએપ પર 

મારા વિચારો રજુ કરી રહ્યો હતો, તે અંગે જાણવા જેવું .
મને જાણ કરવામાં આવીકે કરણ અચાનક આવી ગયો 
પરદેશથી અને માતાપિતા માટે આ સરપ્રાઈઝ હતી .
મેં પૂછયુ કે કરણ ની ઉંમર કેટલી  ?
સામેથી જવાબ માં આખી જન્મ તારિખ લખીને મોકલી .
લો તમે ગણી લો !!
મેં ફરીને પૂછ્યું કે ઉંમર પૂછી છે મે , ગણીને તમે બતાવો !
જવાબ મળ્યો 22 વર્ષ 8 મહિના .
મેં કહયું કે – એટલેકે આ 11 ઓક્ટોબરે  23 પુરા થશે .
મેં પુછ્યું કે લગ્ન કયારે કરો છો .
જવાબ મળ્યો કરણ જાણે .
મે કહ્યું માતાપિતા ની જવાબદારી ખરીને !
તો જવાબ મળ્યો  ના એતો એનુજ ડીસીશન .
મેં કહ્યું , હું કઈ એલએમ  કે  એએમ ની વાત નથી કરતો માત્ર ઉંમર પૂછી હતી .
કહેવાનો મારો મતલબ એટલોજ હતો કે 23/24 ઉંમરે લગ્ન થઈ જાય તો સારું ,
બાકી 28/29 ઉંમરે લગ્ન ઘણીબધી રીતે લેટ કહેવાય !?
જવાબ મળ્યો હમણા કઈ કહેવાય નહિ .
મેં કહ્યું,  આતો મારો વિચાર મેં પ્રગટ કર્યો , તેટ્લુંજ ..!
જવાબ મળ્યો કરણ નાં પાડે છે, રવિવારે તે પાછો પરદેશ જાય છે . 
 
મિત્રો આ ફિલ્મ મેકર કરણ જોહર ની વાત નથી , ઈ તો આજે પણ કુવારોજ રહી ગયો !!?
આ તો અમારા એક નજદીક નાં સ્નેહીના દીકરા કરણ ની વાત છે .
 
ડૉ . સુધીર શાહ 
06-06-2013 

 

Posted on 06/06/2013, in Dr.Sudhir Shah. Bookmark the permalink. ફિલ્મ મેકર કરણ જોહર ની વાત નથી માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: