મારા અનુભવેલ ડાયરી માંથી : ( કેવળ નગ્ન સત્ય )

મારા અનુભવેલ ડાયરી માંથી  : ( કેવળ નગ્ન સત્ય )

કંકોત્રી લખવાનું મુહુર્ત  હતું . ( મોટી અગિયારસ – દેવ ઉઠી એકાદશી – તુલસી વિવાહ પ્રારંભ દિવસ )

ઘરનાજ ખાસ વ્યક્તિઓ જેમાં મુખ્ય દંપતી અને બે દિકરીઓ ..તથા એક દિકરી જે પરણેલી છે તેના સાસુ અને સસરા ..તથા ભાઈના, ભાઈ નો પરિવાર હાજર હતો ..

” ઈશ્વર ” હાજર હોય તો તમારી પરીક્ષા કેવીરીતે થાય છે તેનો પુરાવો મળી ગયો !!

અરે તમે કંકોત્રી લખવા બેશો છો તો સર્વ પ્રથમ ભાલે તિલક તો કરો !!  ??

ભાઈ ની વાઈફ ને રાંધતા તો કઈંજ આવડતું નહિ કયારે પણ …( આળસુની પીર )  જમવામાં ન પાપડ , ન રાઈતું , ન ચટણી , ન દાળ , ન ભાત ,

માત્ર પૂરી , બજારનો તૈયાર શ્રીખંડ,  બજારના તૈયાર બે ફરસાણ , અને છોલે ..

ભાઈ ની વાઈફ કહે ભાત નથી બનાવ્યા કારણ કે આજે એકાદશી છે . અરે એકાદશી છે તો ભાત (ચોખા) ન ખવાય, પરંતુ છોલે કાંદા-લસણ વાલા ખવડાવ્યા !!

અને

અમ દંપતી માટે જૈન છોલે ..પુરા કાચા હતા . ( ભાઈ ની વાઈફ થી કબુલાત પણ થઈ  ગઈ કે કાંદા – લસણ વગર છોલે કઈ રીતે બને !!? ) ભાવ વગર નું ખવડાવવું તેનો મોટો પુરાવો મળી ગયો .

પરણેલી છે તે દિકરી ના સાસુ અને સસરા  પણ ” સાક્ષી ભાવે “ જોતાજ રહી ગયા .

” અધુરો ઘડો વધુ છલકાય “  તે કેહવત એમજ નથી પડી ને ..!!

વધુ સત્ય ફરી કોઈ વાર…..

ડૉ . સુધીર શાહ

Advertisements

Posted on 17/12/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. 1 ટીકા.

%d bloggers like this: