Monthly Archives: ઓગસ્ટ 2012

એક ઇચ્છા હતી કે જ્યોતિષી જ બનવું છે..

સખત મહેનત અને ધગશ ને લઈને હું ” જ્યોતિષશાસ્ત્ર ” માં આગળ વધી શકેલ.

જીવનમાં કેટલાક પરિવર્તન સંજોગ ને આધારે પણ હોય છે.
નાનપણ થીજ એક ઇચ્છા હતી કે જ્યોતિષી જ બનવું છે.
દવા અને જ્યોતિષ, મેડીકલ અને જ્યોતિષ, વ્યવસાય અને જ્યોતિષ,
ધંધા અને જ્યોતિષ, આયુર્વેદ અને જ્યોતિષ, નાડીગ્રંથો અને જ્યોતિષ, ક્ષાર અને જ્યોતિષ,
ભણતર અને જ્યોતિષ, ગણતર અને  જ્યોતિષ, આમ ઘણીબધી  વિગતો જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલ.
આ શાસ્ત્ર માં રસ તો હતોજ – સાથે જોખમ પણ હતુંજ.
એક નામાંકિત જ્યોતિષી બનવું હતું અને જે કરવા ઇચ્છા હતી તે હું કરી શક્યો…( સામાન્ય રિતે જેને જેમાં રસ હોય તે થવા મળતું નથી )
ડોક્ટર, વકીલ, પ્રોફેસર તો ઘણા થાય છે…એક પ્રખર નામાંકિત જ્યોતિષી બની
નામના મેળવવી બહુજ અઘરી બાબત છે અને ” પ્રોફેશનલ એસ્ટ્રોલોજર ” ( ૩૭મુ વર્ષ ) તરીકે સફળ થવું એ બહુજ મોટી સિદ્ધિ ગણાય.
જીવન ની સૌથી મોટી વાતતો એ કે,
જે કરવું હતું તેજ કર્યું,
જે થવું હતું તેજ થયાં,
જે બનવું હતું તેજ બન્યા.
આ જીવન સફળ થઇ ગયું.
ડૉ. સુધીર શાહ ના વંદન

જન્માષ્ટમી – શ્રી કૃષ્ણ ની જન્મકુંડળી એક અભ્યાસ..

ફરી એકવાર રજૂઆત જન્માષ્ટમી પર …( ૧૦ ઓગસ્ટ ૨૦૧૨ )

અગાઉ મારા દ્વારા આજ બ્લોગ પર આ લેખ આપ્યો હતો. શ્રી કૃષ્ણ કેવા હતા તે માણો તેમની જન્મકુંડળી પરથી….

ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી

ભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ  ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ એક અને બાવનમાં ચેપ્ટરમાં પણ ઉપરોકત વીગતો નોંધાયેલી છે. અને ઉલ્લેખ છે કે રોહીણી નક્ષત્ર મીડનાઇટનો જન્મ કૃષ્ણનો.

આમ ઉપરોકત ત્રણેય ગ્રંથોના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણ 19/20 જુલાઇ 3228 બી.સી. ના

મીડનાઇટે મથુરામાં જન્મયાં હતાં. વધુમાં જન્મસ્થળીએ પણ આ વાત નોંધાયેલી છે.

અને તેના આધારે ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળી નીચેપ્રમાણે આવશે.

વ્રષભલગ્ન,  લગ્ને ચંદ્ર , ત્રીજે કકૅ ના શુક્ર , મંગળ  અને રાહુ , ચોથે સિંહના સુર્ય ને ગુરુ ,

પાંચમે કન્યાનો બુધ ,  સાતમે વ્રુશ્ચિકની શની, અને નવમે મકરનો કેતુ .

શ્રીકૃષ્ણ ભલે શ્યામ સુંદર કારણ કે ચંદ્ર + શનીની સમસપ્તક યુતી. લગ્ન વ્રષભ તેનો માલીક શુક્ર ત્રીજે મંગળ સાથે  એટલે  આકષૅણ અદભુત હતું સાથે રાહુ પણ તેથી નાનું – મોટું સ્વરુપ – અગમ નીગમ અને ચમત્કારી ગુણો ધરાવતાં હતાં. અસંખ્ય ગોપીઓ તેમની રાસલીલા –વાંસળી ( શુક્ર + મંગળ = આટૅ કલા ) પર ફીદા હતીજ.  ગોપીઓ તેમને અનહદ ચાહતી હતી. શુધ્ધ પ્રેમ માં ખેંચાતી હતી.

વાણીનો કારક બુધ સ્વયંમ સ્વગ્રુહી થઇને તેમજ પંચમેશ તરીકે પણ બુધ પાંચમે છે. વાકચાતુર્ય અને રજુઆત-દલીલ કરવાની શક્તિ  બુધ પાંચમે ના લીધે અદભુત હતી. સમજ શક્તિ – સમજદારી અને નીણૅયશક્તિ તેમનામાં જબરદસ્ત હતી. આ શક્તિ વ્રૂષભના ચંદ્ર અને રોહીણી નક્ષત્ર ને કારણે.

સિંહના સુર્યને કારણે પ્રતાપી ગુણો હતાં જેને લઇ ને પાપીઓનો  દુષ્ટો નો નાશ કરવા શક્તિમાન. તેમજ ગુરુ સિંહ નો હોવાને લઇને ડાહ્યાસમજુ વ્યક્તિના તે મિત્ર હતાં. સુર્ય અને ગુરુની યુતી ચોથે ખાસ અગત્યતા ધરાવે છે.

દશમાનો અધિપતિ શની લગ્નને જુવે છે ,તેમજ આત્મકારક સુર્યને જુએ છે, તેમજ ધર્મના કારક ગુરુને પણ જુએ છે, અને મનના કારક ચંદ્રને પણ જુએ છે. આમ સુર્ય + ગુરુ ની યુતી ચોથે બહુજ અગત્યતા ધરાવે છે.

દુશ્મન સ્થાનનો અધિપતિ શુક્ર જે (લગ્નેશ પણ છે) ત્રીજે પરાક્ર્મ-સાહસના સ્થાનમાં રાહુ અને મંગળ સાથે યુતિમાં જે કંસમામા  ને પોતાના હાથે મ્રુત્યુદંડ આપે છે.

કૌરવો અને પાંડવો વચ્ચે લડાયેલ મહાભારત યુધ્ધમાં અર્જુનના સારથી તરીકે મીત્ર તરીકે સાથ નિભાવ્યો અને દુર્યોધન જેવા ને સજા અપાવવા ધર્મની રક્ષા કાજે – સત્યની પડખે જ રહયા.

શ્રીકૃષ્ણની કુંડળીમાં સૌથી અગત્યની બાબત હોય તો તે વ્રૂષભ લગ્ન. વાણીનું સ્થાન બીજું અને બીજા સ્થાનનો કારક બુધ સ્વયંમ જ્યારે સ્વગ્રુહી થઇને પુણ્ય સ્થાન માં 5મે (ઇંટલીજંસી નું સ્થાન ગણાય છે) હોય તો તેને કોણ પહોંચી શકે.!!

“ કર્મ કરે જા – ફળ ની આશા રાખ નહી “ , તેવો ગુરુ મંત્ર આપનાર શ્રીકૃષ્ણ એક અદભુત કહી શકાય તેવા વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા હતાં. કારણ લગ્ને ચંન્દ્ર વ્રુષભનો રોહિણી નક્ષ્ત્ર નો . ચતુથૅશ અષ્ટમેશની યુતી તથા લગ્નેશ બળવાન અને છ્ઠાનો માલિક પણ સ્વયંમ “ અહં બ્ર્હંમાસ્મિ “ કહી શકે  છે .

વાંસળીની ધુન પર તે સમયે શ્રીકૃષ્ણ મેડિટેશન – ધ્યાન કરાવતા તેમ કહી શકાયજ, કારણ ભગવદૂ-ગીતાના છઠા અધ્યાયમાં,  દૈવી સત્સંગ પર, ધ્યાનયોગ પર , શ્રીકૃષ્ણ અર્જુનને સમજણ આપેજ છે.

ડૉ. સુધીર શાહ ના જય શ્રી કૃષ્ણ

નોંધ :  1. સંદેશ સાપ્તાહિક પ્રૂર્તિ માં મારા જ દ્વારા લખાયેલ તા.12-8-2001 ના, તે જાણ પુરતું.

vimla my mom we miss you..love you

mom, we miss you..a lot…

5th august 2o10 you departed to Gaulok

Love you mom..miss you lot

आपका ‘ गोत्र ‘ क्या है, वः जानीये ‘ नक्षत्र ‘ से.

आपका ‘ गोत्र ‘ क्या है, वः जानीये ‘ नक्षत्र ‘ से.

२७ + १ अभिजित मीलके २८ नक्षत्र की गोत्र की गणना मे है,
और गोत्र का प्रकार ७ है, और वो ७ ऋषिमुनि के नामसे जाने जाते है

१. मरीचि गोत्र ऋषि मे नक्षत्र अश्विनी , भरणी , कृतिका और रोहिणी 

२. वशिषठः गोत्र ऋषि मे नक्षत्र मृगशीर्ष , आद्रा, पुनर्वसु , और पुष्य

३. अन्गिरश गोत्र ऋषि मे नक्षत्र आश्लेषा, मघा, पूर्वा फ़ाल्गुनी , और उतारा फ़ाल्गुनी 

४. अत्रि गोत्र ऋषि मे नक्षत्र हस्त , चित्रा, स्वाती, और विशाखा

५. पुलस्त्य गोत्र ऋषि मे नक्षत्र अनुराधा, ज्येष्ठा, मूल, और पूर्वाशाढा 

६. पुलह गोत्र ऋषि मे नक्षत्र उतराशाढा , अभिजित , श्रवण और धनिष्ठा

७. क्रतु गोत्र ऋषि मे नक्षत्र शतभीषा, पूर्वाभाद्रपद, उतराभाद्रपद और रेवती 

‘ कालप्रकाश ग्रन्थ ‘ मे कहा है की वर कन्या एकी गोत्र मै हो वः सगोत्री होते है, और सगोत्री के बीच शादी नही करते .

डो.सुधीर शाह

सफलता का ” नशा ”

सफलता का ” नशा ” ऐसी चीज है ,

की उससे ज्यादा खतरनाक 

उसका ” हेंगओवर ” होता है l

%d bloggers like this: