Monthly Archives: મે 2012

‘શબ્દ’

કઈ રીતના  ‘શબ્દો’  નો ઉપયોગ, તેજ ખરું અગત્યનું છે.

શસ્ત્રના ઘા કરતાં  ‘શબ્દનો’  ઘા વધુ ઊંડા હોય છે.

એક ઘા અને બે કટકા  =  ‘શબ્દ’.
‘શબ્દ’  કેવિરિતે કહેવાયો તેના પર ઘણોજ આધાર હોય છે.
‘શબ્દો’  સમાજમાં ચલણી બને તોજ તેની મહતાં.
માત્ર એક  ‘શબ્દ’  તમને ઉપર/નીચે કરી મુકે.
મહેણું મારવા  ‘શબ્દ’  જોઈએ – વખાણ કરવા  ‘શબ્દ’   જોઈએ.
અહંમ નું મૂળ – ઝગડાનું મૂળ –  ‘શબ્દોજ’  હોય છે.
મૌન ની ભાષા એટલે નહિ કહેલા  ‘શબ્દોની’  ભાષા.
‘શબ્દ’  વગર નહિ ચાલે …!  ‘શબ્દ’  વગર નહિજ ચાલે …!!
ડૉ. સુધીર શાહ

ShreeNathji Darshan 2 ( Gwal & Rajbhog )

New 

Gwal & Rajbhog Darshan

Released on 16th May 2012; Wednesday 7 AM,

Samvat 2068 Vaisakh Vad Agiyaras ( Ekadashi )

Shreeji’s Mukharvind Pragatya.. ( Shreeji’s Birthday )

Download Updated Application :http://www.shreenathjibhakti.org/app/

or 

You can watch on YouTube link : Shreenathji | Shrinathji Darshan | Nathdwara

Enjoy and be blessed.

 

Dr.Sudhir Shah na Vandan 

 

Mara Anubhavo..9

મારા અનુભવોની ડાયરીમાંથી : ૦૯

જ્યોતિષ અને નક્ષત્ર બાબતે શ્રીકૃષ્ણ – ભગવદ્ગીતામાં શું કહે છે…..

ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ ભગવદ્ગીતાના અધ્યાય ૧૦મા માં
અર્જુનને પોતાની અદ્ભુત વિભૂતિઓ શ્લોક ૧૯ થી કહેવા માંડે છે,
તેમાંના શ્લોક ૨૧ માં કહે છે કે
” આદિત્યોમાં હું વિષ્ણુ છું,
 જ્યોતિષમાં હું અંશુમાન સૂર્ય છું , 
વૃષ્ટિ લાવનારા વાયુઓમાં હું વિધ્ધુદગર્ભ મરીચિ નામનો પવન છું ,
નક્ષત્રોમાં હું ચંદ્ર છું “ – // ૨૧ //અધ્યાય-૧૦.
ડૉ.સુધીર શાહ

Suhani Yade..38 સુહાની યાંદે…૩૮

મારા આલ્બમ માંથી : સુહાની યાંદે ..૨૯ વર્ષ પહેલાની….

અગાઉ અમે જ્યારે પણ જ્યોતિષ વિષયક સંમેલનો માં જતા ત્યારે વિચારોનું આદાનપ્રદાન થતું.
એન્જીનીયર – ડોકટર – આરકીટેકટ – આયુવેદાચાર્ય – ભણેલાગણેલા વ્યક્તિઓ ભાગ લેતા.
ન્યાયલયનાં જજ ની કક્ષાના વ્યક્તિઓએ જ્યોતિષશાસ્ત્ર પર સારામાં સારા પુસ્તકો લખ્યા છે.
એમાંના એક રીટાયર્ડ જજ શ્રી કિરીટ જે. મેહતા, જેંમણે ” જ્યોતિષ યાત્રા ” –
” જન્મકુંડલી નું કર્મ સ્થાન ” -” ગોચર ગ્રહો અને ભવિષ્ય દર્શન ” –
” જ્યોતિષીની આંખે ” – ” વર્ષ કુંડલી અસ્ટકવર્ગ …”
પુસ્તકો જ્યોતિષશાસ્ત્ર પર લખ્યાં….( જ્યોતિષ માં રસ હોય તેણે આ પુસ્તકો જરૂર વાંચવા જોઈએ )…

આજથી ૨૯ વર્ષ પૂર્વેની એક તસ્વીર આ સાથે રજુ કરી છે.

જેમાં માઈક પર હું ( ડૉ.સુધીર શાહ ) પ્રવચન આપી રહ્યો છું,
બાજુમાં શ્રી સુખદેવપ્રસાદ વ્યાસ ( અગ્નીહોત્રી ) , શ્રી મહેશ ઠાકોર ,
અને રીટાયર્ડ જજ શ્રી કિરીટ જે. મેહતા દ્રષ્ટીગોચર થાય છે. એક જજ કેટલા શાંતિપૂર્વક મને સાંભળી રહ્યા છે તે જણાય છે.

(At Nadiad on 26-1-1983)

Jupiter ( Guru – Bruhaspati ) enters Vrishabha – વૃષભ ( Taurus ).

Jupiter ( Guru – Bruhaspati ) enters Vrishabha – વૃષભ ( Taurus )
on 17th May 2012 at 9.37 am and remain till 4th June 2013.
In Vedic Astrology, Jupiter is considered as a Protector..
A Teacher.. Karak of Wisdom.. Karak of  2nd, 5th, 9th and 11 the houses in Horoscope.
How Jupiter will effect Various Signs.(Rashi) from Mesh to Meen.
Mesh             .. Source of income and favourable for wealth.support from elders…over all Gain Time.
Vrishabha   .. New Challenges..and changes ..New Karma Starts for another 12 years planning….
                           Patience..inclined more towards Spirituality..
Mithun         .. completing Debths…clearing past karms..relief from chronic diseases.
Kark             ..  Auspicious.. Favourable.. Happiness.
Simha          ..   Accept that small help from a small person is also helpful. little bit unfavourable but do your karma.
Kanya          ..   Journey..family happiness..Support.
Tula             ..   More understanding will develop.. hard work will pay latter.
Vruschik    ..    All Progressive..Promotions..Recognition..Enjoy the time.
Dhan          ..    Everything Good except health..
Makar        ..   Auspicious time..Time to set in life..Marriage.
Kumbh       ..   Accident Time..Unfavourable time but continue with your Good Karm..Income/Expenditure.
Meen          ..   Good Time..Start and Plan for further 12 years of life..favourable period.
Dr. Sudhir Shah

Mara Anubhavo..8

મારા અનુભવોની ડાયરીમાંથી : ૮
ઘડિયાળ સમય બતાવે;  બચાવી ન શકે.
બંધ ઘડિયાળ બે વખત સમય બતાવે.
સમય હંમેશા વહેતો જ રહે છે.
સમય એક હોઈ શકે પણ,
ક્ષણ એક સરખી હોતી નથી.
ડૉ. સુધીર શાહ

Mara Anubhavo..7

 

 

 

 

 

 

 

 

 

મારા અનુભવોની ડાયરીમાંથી : ૭

તે દિવસ મારા માટે બહુજ આનંદ આપનાર હતો..
વાત એમ બનીકે .. ફલેશબેક માં …
મારા માતુશ્રી વિમળા સામાન્ય રિતે  ટીવી પર  ‘સંસ્કાર’ અને ‘આસ્થા’  ચેનલ જોતા.
સાથે પુસ્તક વાંચન એમનો મુખ્ય શોખ .. અને મુંબઈ સમાચાર પેપરમાં આવતો ‘ શબ્દ લાલિત્ય ‘ નો કોઠો
અચૂક ભરતાં..ક્યારેક અમારી સાથે મોલમાં પણ આવતા, પિક્ચર પણ જોતા..
એક દિવસ મને કહે, સુધીર ,  મારે તારી  પાસે  ‘શ્રીમદ ભગવદ ગીતા’  સમજવી છે .
(આ મારા માટે બહુજ આનંદની વાત હતી.)
મેં કહ્યું કે ‘ માતે ‘ જરૂર.
શ્રીમદ ભગવદ ગીતા’ ના ૧૮ અધ્યાય – ૭૦૦ શ્લોક અમે આશરે  અગિયાર મહિનામાં પુરા કર્યા.
અમે બંને  મારી રૂમમાં બેશતાં..આનંદ લેતા..વિચારોનું આદાનપ્રદાન કરતાં..
અને તે સમયે, તેમના મુખ પર જે ‘ સંતોષ ‘ દેખાતો તે હું ક્યારે પણ નહિ ભૂલી શકું..
અને
એક દિવસ મારા દિકરા નિહારે કહ્યું – કેમેરા સામે જુવો – કલિક..તે વેળાની આ તસ્વીર.
ડૉ. સુધીર શાહનાં વંદન

Mara Anubhavo..6

મારા અનુભવોની ડાયરીમાંથી ..6
નરી વાસ્તવિકતા : હકીકત …
છેતરાઈ તો ગયાજ છે પણ હવે કોને કહેવા જાય !!
પૂછયું તો કોઈને નથી – સમજણ પડતી નથી, કરવું તો હવે શું કરવું ??
જે પણ કર્યું છે, તે પોતેજ કર્યું છે,  તો પછી ભોગાવો !!
સમય કહો કે સમય ની થપાટ કોઈને પણ છોડતી નથી !!
%d bloggers like this: