જન્મજાત સંસ્કાર !

જન્મજાત સંસ્કાર  !

મારી ઉંમર આશરે ૧૦ વર્ષની અને ૫ માં ધોરણ માં ભણતો ત્યારની આ વાત છે.
૧૦ પૈસા માં બે સમોસા ( પટીસમોસા ) સ્કુલની કેન્ટીન માં મળતા.
મમ્મી અઠવાડિયે એકવાર ૧૦ પૈસા આપતા.
અને હું રાહ જોતો કે ક્યારે સવારે સ્કુલ જાઉં અને સમોસા ખાઉં.
સવારે  સ્કુલની નજીકમાં ગાય ને ઘાસ ખાતા જોઈ..
મેંતો ગાયવાલીની ટોકરી માંથી ઘાસ ની પુડી ઉપાડી
ને ગાય ને ખવડાવી દીધું.
ગાયવાલી કહે પૈસેદો. મેં કહ્યું કેટલા ?
ગાયવાલી કહે ૧૦ પૈસા.
અને સમોસા નખાધા અને ૧૦ પૈસા ગાયવાલી ને આપી દીધા.
આતો પછી ક્રમ થઈ ગયો. દર અઠવાડિયે ૧૦ પૈસા મળે સમોસા માટે
અને હું ગાયને ઘાસ ખવડાવી દેતો.
ખબર નહિ કોણે મને ” ગાય ને ઘાસ ” ખવડાવવા માટે પ્રેરણા આપી !!
બની શકે ગત જન્મોના સંસ્કાર !!
ડૉ. સુધીર શાહ ના વંદન

Posted on 15/04/2012, in Dr.Sudhir Shah. Bookmark the permalink. જન્મજાત સંસ્કાર ! માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: