Monthly Archives: એપ્રિલ 2012

Mara Anubhavo..5

ઇન્ટરવ્યુંમાં :

 

એક નામાંકિત સરદારજીએ કહ્યું કે ” ये राशी बाशी कुछ नहीं होताहै “

 

એક સામાન્ય વ્યક્તિ એ સરદારજીને પૂછ્યું કે ” तो फीर ये पुखराज स्टोन आपने क्यों पहेना है ?? “

 
 

સરદારજીએ સામે જવાબ આપ્યો કે ” ये पुखराज स्टोन क्या होता है ? “

 
 

તે સામાન્ય વ્યક્તિ એ સરદારજીને કહ્યું કે ” ये पुखराज स्टोन ” धनु ” और ” मीन ” राशी के स्टोन है ..” 

 
 
 

ડૉ. સુધીર શાહ 

 

Mara Anubhavo..4

મારા અનુભવોની ડાયરીમાંથી..4

 

પતંગિયું ક્ષણ માં જીવે છે.

તેવી રીતે ક્ષણ ને માણો

તમે જે હાલમાં છો તેના પર, 

તે ક્ષણે વિચારો 

જુવો તમે પોતાનેજ ..

શાંતિથી દરિયા કિનારે બેસી જુવો ..

અંતરાત્માને કહો ચાલ ફરવા જઈએ..

અને એક ક્ષણ પુરતો પણ

અનુભવ થાય તે માણજો.

ક્ષણ માં પતંગિયા ની માફક.

 

ડૉ.સુધીર શાહ 

Mara Anubhavo..3

મારા અનુભવોની ડાયરીમાંથી.. 3

 

કહેવાય છે કે સત્ય તમને દુર કરી દે છે, 

આજે  સત્ય કોઈને સ્વિકાર્ય નથી. 

જુઠની  આ દુનિયામાં  લોકો મહાલે છે, 

જુઠ નો સર્વેજન સ્વિકાર કરેછે; 

બનીશકે

કે તે (જુઠ) સ્વિકારવા પાછળ કોઈ મજબુરી હોય.

અને તે મજબુરીનો,

જુઠવાળા ભરપુર બે રોકટોક લાભ ઉઠાવે છે.

 

એવું નથી કે સત્ય લોકો જાણતા નથી, 

જાણે તોછેજ પરંતુ સાચું કહેવાની કોઈનામાં હિંમત નથી.

અને આ સાચું કહેવાની હિંમત નથી , તેજ મોટી મજબુરી !!

 

 

ડૉ. સુધીર શાહ 

 

Mara Anubhavo..2

મારા અનુભવોની ડાયરીમાંથી : 2

 
 

ક્યારે પણ સત્ય જાણ્યા વગર 

આપણો અભિપ્રાય આપવો નહિ

અને જો ખરેખર સત્ય સમજાઇ જાય 

તો  હિંમતપૂર્વક વિરોધ  કરવોજ.

 

ડૉ. સુધીર શાહ 

 

Mara Anubhavo..1

મારા અનુભવોની ડાયરીમાંથી :..1

એક બનેલી સત્ય ઘટના આધારિત

છોકરીને – છોકરો પસંદ આવી ગયો.
અને છોકરાને છોકરી પસંદ આવી ગઈ.
બધું સારું સમું લાગતું હતું
એકદિવસ છોકરાને ખબર પડી કે છોકરીના માતા-પિતા
એકમેકનો સંબંધ ફોટોમાં જે બતાવતા હત્તા,
એતો માત્ર દેખાવા પુરતુંજ હતું.
ઘણી વાર જે આંખની સામે દેખાતું હોય છે તે સત્ય હોતું નથી !
પરંતુ જે નથી દેખાતું હોતું તેમાં સત્ય છુપાયેલું હોય છે.
ડૉ. સુધીર શાહ

જન્મજાત સંસ્કાર !

જન્મજાત સંસ્કાર  !

મારી ઉંમર આશરે ૧૦ વર્ષની અને ૫ માં ધોરણ માં ભણતો ત્યારની આ વાત છે.
૧૦ પૈસા માં બે સમોસા ( પટીસમોસા ) સ્કુલની કેન્ટીન માં મળતા.
મમ્મી અઠવાડિયે એકવાર ૧૦ પૈસા આપતા.
અને હું રાહ જોતો કે ક્યારે સવારે સ્કુલ જાઉં અને સમોસા ખાઉં.
સવારે  સ્કુલની નજીકમાં ગાય ને ઘાસ ખાતા જોઈ..
મેંતો ગાયવાલીની ટોકરી માંથી ઘાસ ની પુડી ઉપાડી
ને ગાય ને ખવડાવી દીધું.
ગાયવાલી કહે પૈસેદો. મેં કહ્યું કેટલા ?
ગાયવાલી કહે ૧૦ પૈસા.
અને સમોસા નખાધા અને ૧૦ પૈસા ગાયવાલી ને આપી દીધા.
આતો પછી ક્રમ થઈ ગયો. દર અઠવાડિયે ૧૦ પૈસા મળે સમોસા માટે
અને હું ગાયને ઘાસ ખવડાવી દેતો.
ખબર નહિ કોણે મને ” ગાય ને ઘાસ ” ખવડાવવા માટે પ્રેરણા આપી !!
બની શકે ગત જન્મોના સંસ્કાર !!
ડૉ. સુધીર શાહ ના વંદન

ShreeNathji Darshan on ” YouTube “

સર્વે વડીલ વર્ગ ઘરે બેઠા આનંદ લે તેટલોજ હેતુ છે.

કઈ રીતે શ્રીજી ની આરતી મંગળા માં થાય છે અને કઈ પ્રકારનો
આનંદ – ગુંજ હોય છે. તેમજ શ્રિંગાર માં શું શું અર્પણ કરાય છે
તે પણ એક લહાવો છે.

આશા છે કે ઘરે બેઠા શ્રીજી નાં દર્શન શાંતિ પૂર્વક માણી શકશો.

ડો. સુધીર શાહ ના વંદન

Enjoy Mangla and  Sringar  Darshan 

on

” YouTube “

This  ” ShreeNathji Darshan Application ” 

is Directed by Me.

Its Free..

Just click the below Link

http://www.youtube.com/watch?v=4gpE1R7C_bU

Dr. Sudhir Shah na Jai Shree Krishn

ShreeNathji Darshan on “YouTube”

%d bloggers like this: