ChitChat..ચિટચેટ..

મારી પ્રેરણા હું પોતે જ       : જ્યોતિષી ડો. સુધીર શાહ 

મુખ્ય શોખ                  : સંગીત ! બાથરૂમ સિંગર છું , ગુનગુનાવી લવ છું . વાંચન અને ફિલ્મો જોવાનો શોખ ખરો.   પોતાના વિચારો પોતાની રીતે રજુ કરવાનો શોખ પણ. એક સમયે ૧૦૦ ફિલ્મો એકવર્ષમાં જોતો. ફોટોગ્રાફી નો શોખ પણ એટલોજ .

અન્ય શોખ                  : એક સહ નિર્માતા તરીકે તખ્તા પર બાળનાટકો – ” ચીમન ચોટી હાથમાં લોટી ” , ” મનુભાઈ ની મોટર ચાલે પમ પમ પમ ” , ” ધોબી તળાવમાં ટામેટું ” , અને મોટેરાઓ માટે ” મમ્મીનો બોયફ્રેન્ડ ” ,  અને ” કિસ્મત ખેલે ખેલ ”  રજુ કર્યાં.

ફેવરીટ સંગીત અને સંગીતકાર  : જૂની ફિલ્મોનાં ગીતો બહુ ગમે . સંગીતકારોમાં આર. ડી. બર્મન પ્રિય , ગાયકોમાં કિશોરકુમાર ,  હેમંતકુમાર , મુકેશ સૌથી વધુ ગમે. ભજન સંગીત પણ  ગમે .
મનગમતી ફિલ્મો                      : આનંદ , નમક હરામ , મિલી , અભિમાન , ચુપકે ચુપકે , ત્રિશુલ , શોલે , કભી ખુશી કભી ગમ , કભી અલવિદા ના કહેના
પ્રિય લેખક                                : મેં એટલું બધું વાંચ્યું છે કે મારા કોઈ ફેવરિટ લેખક છેજ નહિ . દરેક લેખક મારા મતે સારા છે . છતાપણ ગુણવંત શાહ ગમે.
મનપસંદ વાનગી                      : મારી સાસુના હાથની બનાવેલ સેવ અને બટાટાવડા , પત્ની પ્રગ્ના ના હાથની બનેલ કોઇપણ વાનગી મને પ્રિય .અને હાલમાં વહુના હાથની બનેલી સુરતી ટચ  રસોઈ ગમે.અને હાં મને પોતાને પણ ટેસ્ટી રસોઈ બનાવવી ગમે – ખાસ કરીને  દાળઢોકળી અને દાલતડકા .
મનગમતું પરફૂયુમ                      : મને મારા આત્માની ખુશ્બૂ સૌથી વધારે પ્રિય છે.  છતાપણ દેશી મોગરો , ચંપો , મહેંદી , ખસ , અને જુહી પ્રિય . ગુલાબજળ અને ચંદન પણ .
તમારે માટે સ્ટેસ બસ્ટર શું છે ?   : મેડીટેશન , એકાંતસ્થળ . શાંતિ ની જગ્યા , ભીડભાડ થી દુર , સંગીત , હળવી ધૂન .

પ્રિય પ્રવાસસ્થળ                       : નજદીકમાં  માથેરાન , મહાબળેશ્વર ,

ભારતમાં : દાર્જીલિંગ , સિક્કિમ – ગંગટોક , ખજિયાર , ગોવા , ઋષિકેશ ,  વૃંદાવન ,

પ્રાકૃતિક સૌંદર્ય અને દરિયાકિનારો , કાંચનજંગા ,

પરદેશમાં : સ્વિટઝરલેન્ડ , યુરોપ , માઉન્ટ તિત્લીસ , માઉન્ટ એવરેસ્ટ , સિંગાપોર , મોરેશિયસ .

વીકએન્ડ કઈ રિતે વિતાવવો ગમે ? :  ગમતા વિષયોમાં રસ હોય તેવા પુસ્તકો વાંચું , સંશોધન પ્રવૃત્તિ , લખાણ કરું , મારા બ્લોગ પર લખવું , મારા કુટુંબ સાથે બહાર જઇને ડિનર કરવું ગમે .

પ્રેમ એટલે શું ?                         :  અપેક્ષા વગરનું કર્તવ્ય ,  ભાવના , ઉચ્ચતમ લાગણી ,  સમય  +  સમજ  +  સંજોગ  =  સંતોષ.

તમારા માટે સૌથી મૂલ્યવાન શું છે ?  :  સંબંધ ( સ્વાર્થ વગરનો ).

ટોપ લાઈન                              :  સબ કા ભલા હો.

લોકો તમને કઈ રીતે યાદ રાખે તે ગમે ?    :   ભૂલી જાય તો વધુ સારું  –  પણ કદ્દાચ જો ન ભૂલી શકતા  હોય તો એક  ” ઉમદા માનવી ”  તરીકે  જરૂર યાદ  રાખી શકે.  પરંતુ જે મને જાણે છે ,  તેઓના  ( હૃદય )  આત્મા માં હું રહું છું  કે  પછી તેઓના આત્મા સાથે ભળી ગયો છું.

લોકોની કઈ બાબત તમને નથી ગમતી ?  :   સ્વાર્થીપણું .. છળકપટ .. બનાવટી વર્તણુંક .

તમારો કોઈ આદર્શ અને આદર્શ વ્યક્તિ ? :    હું જે છું .. તેજ મહત્વ ઘણું છે. મારી અંદર જે છે તેને હું જાણું છું .

જિંદગીમાં કોઈ ખેદ ?                          :  કોઈ ખેદ નહી , કારણ ,  કયારે પણ અજાણતા પણ કોઈનું  કંઈ બગાડ્યું નથી – ખોટા ને સાથ આપ્યો નથી .જે કંઈ પણ મેળવ્યું છે તે મેહનત – પુરુષાર્થ – ભાગ્ય થી.

પુનર્જન્મ જેવું  કંઈક હોય તો શું બનવાનું પસંદ કરો ?  :   બસ સંતોષ છે આ જન્મ થી .. ફરીને જન્મ મારો હશેજ નહિ .

ડો. સુધીર શાહ

Posted on 25/03/2012, in Dr.Sudhir Shah and tagged , , . Bookmark the permalink. ChitChat..ચિટચેટ.. માટે ટિપ્પણીઓ બંધ છે.

ટિપ્પણીઓ બંધ છે.

%d bloggers like this: