Monthly Archives: જુલાઇ 2011

આયુર્વેદ અને જ્યોતિષ નો સંબંધ..

આયુર્વેદ  માં વાયુ-વાત તત્વ,  પિત્ત તત્વ, અને  કફ તત્વ ગણાય છે 

તે જ્યોતિષશાસ્ત્રમાં આધ્ય નાડી , મધ્ય નાડી અને અંત્ય નાડી ગણાય છે. 

જ્યોતિષશાસ્ત્રમાં  ૨૭ નક્ષત્રો ને ત્રણ વિભાગમાં વહેંચી નખાયા છે.

આધ્ય નાડી – વાયુ-વાત તત્વ       મધ્ય નાડી – પિત્ત તત્વ        અંત્ય નાડી – કફ તત્વ 

       અશ્વીની                               ભરણી                            કૃતિકા 
       આદ્રા                                 મૃગશીર્ષ                           રોહિણી 
       પુનર્વસુ                                પુષ્ય                              આશ્લેષા 
     ઉતરાફાલ્ગુની                       પૂર્વાફાલ્ગુની                        મઘા 
        હસ્ત                                  ચિત્રા                             સ્વાતિ 
      જયેષઠા                                અનુરાધા                          વિશાખા 
        મૂળ                                  પૂર્વાષાઢા                        ઊતરાષાઢા  
       શતતારા                              ધનિષઠા                           શ્રવણ
      પૂર્વાભાદ્ર                             ઊતરાભાદ્ર                         રેવતી 

જન્મકુંડલી  મેળાપક માં  વર કન્યાની  એકજ નાડી વિવાહ યોગ્ય નથી કારણ કે એકજ 

નાડી હોતા સંતતિ થતી નથી ,તથા વંશ વૃદ્ધિ થતી નથી , તેમ શાસ્ત્રનો નિયમ છે, 

પરંતુ મારા સંશોધનમાં  આવ્યું છે કે એકજ નાડી પરંતુ ચરણ અલગ હોય તો લગ્ન થઈ 

શકે અને સંતતિ તથા વંશ વૃદ્ધિ પણ થઈ શકે.

નક્ષત્ર નાં આધારે અલગ અલગ નાડી થકી ( વિપરિત નાડી ) ગર્ભ ધારણ કરવામાં અનુકુળ રહે છે,

વાયુ – પિત્ત – કફ નો પ્રભાવ જન્મનાર બાળક પર વધુ માત્રામાં ન આવે .

 ———————————————————————————————
                                           વર 
———————————————————————————————
                           આદ્ય                  મધ્ય                 અંત્ય 
———————————————————————————————
             આદ્ય          ૦                      ૮                    ૮
કન્યા      મધ્ય           ૮                      ૦                    ૮
             અંત્ય          ૮                      ૮                    ૦
———————————————————————————————

જ્યોતિષશાસ્ત્ર માં કુંડલી મેળાપક માં નાડી ને ૩૬ માંથી ૮ ગુણાંક અપાયા છે. અને વર કન્યા વચ્ચે 

૮ માંથી ૮ ગુણાંક મળે તે બહુજ જરૂરી હોય છે. 

જે નક્ષત્રનાં પ્રભાવ માં તમે જનમ્યા હશો તે પ્રમાણે નાં વાયુ – પિત્ત કે કફ ની પ્રકૃતિ તમારી હશે. 


ડો. સુધીર શાહ

જ્યોતિષી થવા માટેના યોગો..

જ્યોતિષી થવા માટેના યોગો

સંશોધન આધારિત અને વૈજ્ઞાનિક અભિગમ ને મહત્વ આપી લોકો શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા કેળવે,
અંધશ્રદ્ધા નહીં તે હેતુને અનુસરવાનો મારો શક્ય પ્રયત્ન રહયો છે અને રહેશે.
જ્યોતિષ અને વિજ્ઞાન ના વિષયમાં સંશોધન અને સંશોધક વૃતિ ધરાવનાર વ્યક્તિઓમાં નીચે પ્રમાણે ના યોગો જોવા મળ્યા છે.
લગ્ન કે લગ્નેશ + મંગલ કે લગ્નમાં તેની રાશિ કે લગ્નેશ તેની રાશિમાં .
લગ્ન કે લગ્નેશ + ગુરૂ હોય તો .
લગ્ન કે લગ્નેશ + ચંદ્ર અથવા લગ્નમાં કર્ક કે વૃશ્ચિક રાશિ .
જ્યોતિષશાસ્ત્ર બુધ ના ધંધા હેઠળ આવે છે . આ બુધ સાથે જો દશમેશ નો સંબંધ યુતી , પ્રતિયુતિ ,
દ્રષ્ટિ માં આવે તો જાતક જ્યોતિષશાસ્ત્ર દ્વારા આજીવિકા મેળવી સફળ થાય છે.
જન્મકુંડળી માં ૪ – ૮ – ૧૨ સ્થાન ની  યુતી , પ્રતિયુતિ , દ્રષ્ટિ કે પરિવર્તન યોગ થતો હશે તો
જાતક જ્યોતિષશાસ્ત્ર નો પ્રખર જાણકાર હશે .
લગ્નેશ સાથે ૫ અને ૯  સ્થાન નો  સંબંધ , એટલેકે પાંચમું ગતજન્મ -પુણ્ય સ્થાન અને
નવમું આ જન્મ નું ભાગ્ય સ્થાન , આમ લગ્નેશ + પંચમેશ કે નવમેશ નો કોઇપણ રીતનો સંબંધ , ટૂંકમાં ત્રિકોણ
ના સ્વામીઓનો સંબંધ આ શાસ્ત્રમાં રસ લેનાર ને જબરદસ્ત સફળતા આપે છે . ફક્ત ૫ અને ૯ નો સંબંધ પણ સફળતા આપે છે .
ચંદ્ર + બુધ અથવા ચંદ્ર થી બુધ ૧૦ મે – ગણિતમાં માસ્ટરી . કુંડળી ગણિત તથા ફળાદેશ માટે ઉપયોગી
મન રૂપી ચંદ્ર ની યુતિ -પ્રતિયુતિ -દ્રષ્ટિ સંબંધ જરૂરી છે બુધ સાથે , તેમજ અગમનિગમ – ભેદભરમ ને જાણવાનું
સ્થાન આઠમું અને આઠમે બુધ ની હાજરી સોનામાં સુગંધી રૂપે સફળતા જ્યોતિષશાસ્ત્ર માં આપેજ .
જ્યોતિષીઓ ની કુંડળી માં હર્ષલ ૮ કે ૧૨ મે હોય છે.
તથા ગતજન્મ નાં સંસ્કાર માં પ્રખર સાધના કરી આવેલ જીવાત્મા અટેલે કે આ જન્મે કુંડળીમાં નેપ્ચુન વક્રી.
ચંદ્ર + ગુરૂ યુતિ -પ્રતિયુતિ કે દ્રષ્ટી સંબંધ કે ગજ્કેશરી યોગ જાતક ની કુંડળીમાં હોય તો
સોનામાં સુગંધ રૂપી , લાંબા સમય સુધી ( મૃત્યુ બાદ પણ ) પોતાના નામ ની યાદી રૂપે , એક સફળ વ્યક્તિ તરીકે તથા
” જબતક સુરજ ચાંદ રહેગા તબતક તેરાનામ અમર રહેગા ”  જેવી પંક્તિ સાર્થક કરનાર હોય છે. મારી દ્રષ્ટિએ એક સફળ
જ્યોતિષી ની કુંડળીમાં આ યોગ હોવોજ જોઈએ .
આ લેખમાં જે પણ જન્મકુંડળીઓ આપેલ છે તે વ્યક્તિઓ જ્યોતિષશાસ્ત્રમાં નામાંકિત – પ્રવિણ – સફળ
તેમજ જ્યોતિષશાસ્ત્ર માં સંશોધક કે સંશોધન કરવાની વૃતિ ધરાવનાર હતાં કે છે.
શ્રી શાંતિલાલ દલાલ જેવો સ્ટેટ બેંક માં મેનેજર હતાં, જ્યોતિષ માં તેઓ માનતા નહિ.
એક જ્યોતિષી એ તેમને કહયું કે  ” આ દિવાળી તમારી બગાડે છે , રવિવાર નો દિવસ હશે સવારે ૯ થી ૧૦.૩૦ સુધી સંભાળજો,
વિધી નાં લેખ  ”  અને ખરેખર એક્સીડેન્ટ – અકસ્માત શાંતિલાલ નો થયો અને તે દિવસ થી શાંતિલાલ દલાલ જ્યોતિષ શાસ્ત્ર
માં માનતા થઈ ગયા, અને ૫૯ મેં વર્ષે જ્યોતિષશાસ્ત્ર નો અભ્યાસ કરવો શરુ કર્યો .
” અષ્ટકવર્ગ , કેપી , વિવિધ યોગો ”  પર પુસ્તકો લખી જ્યોતિષશાસ્ત્ર થકી માર્ગદર્શન આપવા લાગ્યા ,
જ્યોતિષ નાં કલાસીસ માં ભણાવા પણ લાગ્યા.
જ્યોતિષ જગત માં ડૉ. બી. વી. રામન ને કોણ ન ઓળખે .
બંગ્લોર થી ” એસ્ટ્રોલોજીકલ મેગઝીન ” ૧૯૩૬ થી નીકળતું  તેનાં તંત્રી હતાં.
શ્રી નવીનભાઈ ઝવેરી મુંબઈ નાં, એક બહુજ ઊંચું નામ પ્રતિભાશાલી વ્યક્તિ જેઓ એ
” મેષ થી મીન – જ્ઞાન કે વિજ્ઞાન ”  પુસ્તક સુંદર રીતે જ્યોતિષશાસ્ત્ર માં સંસોધન કરીને લખ્યાં.
મુંબઈ નાં એક જ્યોતિષી ડૉ. મનહર દેસાઈ હાથ પર થી જન્માક્ષર – હાથ નાં અંગુઠા પર થી કુંડળી બનાવે છે.
જેમણે ” ભાગ્યચક્ર ” , ” સાધના થી સિદ્ધિ”  , ” ભૂમિ જળ સંસોધન ”  વિગેરે પુસ્તકો લખ્યાં
જેઓ ઇન્સુરેન્સ કુંપની માં ૧૯૭૩ થી ૧૯૯૬ સુધી કામ કર્યું , હાલ માં ફૂલ ટાઈમ પ્રેકટીશ જ્યોતિષી તરીકે કરે છે.
ડૉ. મુકુંદભાઈ આચાર્ય નડિયાદ માં પ્રખ્યાત છે . મળવા જેવા વ્યક્તિ.
શ્રી પ્રકાશ એ. પટેલ જેઓ લંડન માં છે તેમને જ્યોતિષી આનંદ તરીકે પણ લોકો જાણે છે.
અસંખ્ય પુસ્તકો ના રચયતા અને તમનું જ્યોતિષ વિષયક જ્ઞાન જબરદસ્ત. આટલી ઉમ્મેરે
પણ વર્ષમાં એક વાર નડિયાદ – અમદાવાદ   આવી જ્યોતિષ વિષયક સંમેલનો કરી – મફત માં
મેગેઝીન આપે જ્ઞાન નો પ્રચાર કરવામાં અવ્વલ .
એક અર્થશાસ્ત્રી તરીકે કામ કરતા , શ્રી બિપીન બિહારી જેઓ એ,  ડઝન થી પણ વધુ
પુસ્તકો વેદિક એસ્ટ્રોલોજી પર સમાજ ને આપ્યા. એસ્ટ્રોલોજીકલ મેગઝીન અને
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં તેમના લેખો પ્રચલિત હતા.
શ્રી ચન્દુલાલ શકરાલાલ પટેલ જેઓ ઘાટકોપર માં રહેતા હતાં ,
” અષ્ટકવર્ગ ” પર તેમનું સંસોધન જબરદસ્ત.  હું  પણ અષ્ટકવર્ગ તેમની પાસે થી જ ભણ્યો હતો .
હવે મારી વાત . જ્યોતિષ જગત અને બહાર ની દુનિયામાં મને જ્યોતિષી ડૉ . સુધીર શાહ તરીકે ઓળખે છે –
” પુત્ર સંતાન પ્રાપ્તિની ચાવીઓ ” મારું પ્રથમ પુસ્તક રજુ કર્યું સને ૧૯૮૧ માં , ૧૯૭૬ થી આજ દિન સુધીમાં
અસંખ્ય લેખો – પંચાંગો , મેગેઝીનો માં આપ્યા.  મોદીનગર  થી નીકળતા મેગેઝીન માં  ” કો-એડીટર ”તરીકે ,
રાજકોટ થી નીકળતા ”’ અમૃતા સિને સાપ્તાહિક ” માં ” ફિલ્મી કલાકારો જ્યોતિષની દ્રષ્ટીએ ” કોલમ લખતો – ફીલ્મીકાલાકારો
ની કુંડળીઓ ની ચર્ચા કરતા લેખો આપતો. મુંબઈ થી નીકળતા ” જન્મભૂમી ” અખબાર અને અમદાવાદ થી નીકળતા
” સંદેશ ” અખબાર માં જ્યોતિષવિષયક લેખો લખ્યાં . એમાં પણ  ” નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો  ” લેખ સતત
 ૧૪  વર્ષો થી  ” જન્મભૂમી ”  અખબાર માં આપવામાં ઘણો આંનદ આવ્યો.
 દરેક જ્યોતિષી તથા જ્યોતિષ નાં વિદ્યાર્થીઓ આ લેખ માં આપેલા જ્યોતિષી થવા માટેના યોગો
( ફોર્મ્યુલા ) ને ચકાસી આત્મબળ  વધારી  …. હું જ્યોતિષી છું…તરીકે મક્કમ નિર્ણય નિર્ધાર કરે.
“” ડોક્ટર – વકીલ – કે અન્ય કોઈ પણ ડિગ્રી મેળવવી સહેલી છે. પણ એક જ્યોતિષી તરિકે કામ કરી
ગૌરવ મેળવવું અઘરું છે ”…તેમ ડૉ. બી. એન .પુરંદરે  અમને હંમેશા કહેતાં..
જ્યોતિષી થવા માટે નાં યોગો ( ફોર્મ્યુલા ) અને પ્રચલિત – નામાંકિત – જ્યોતિષીઓ ની જન્મકુંડળી
નો દરેક વાચક વર્ગ લાભ લે અને ભણતા ભણતાં કોઈ અન્ય યોગો
પણ જ્યોતિષી બનવા માટે નાંજ  મળી આવે તો મને જરૂર થી લખી મોકલશો તો વધુ સંસોધન  કરવામાં આનંદ આવશે.
આભાર આપ સર્વેનો ,
જ્યોતિષી ડૉ. સુધીર શાહ નાં સ્નેહલવંદન.Suhani Yade..34 સુહાની યાદેં ..૩૪

Matheran 

A Best Hill Station near to Mumbai, visit in Monsoon ..

Matheran a nice place to visit during Monsoon..

Note : All photographs in “સુહાની યાંદે  Suhani Yade” , and in “Photo Gallery”,  

and  in articles are personal property of Dr Sudhir Shah.

All rights Reserved.

Only anyone can see this photos on my blog. 

please note : No one can copy or download or re-print or publish in any format .

Dr.Sudhir Shah

Suhani Yade..33 સુહાની યાદેં ..૩૩

દુનિયાભરનાં પ્રખ્યાત આદ્યાત્મિક ગુરુઓ દિલ્હી ખાતે આધ્યાત્મિક વિચારો 

ની છણાવટ કરવા તા. ૪ – ૧ – ૧૯૮૯ થી ૧૦ – ૧ – ૧૯૮૯ નાં મળ્યા હતા.

જેમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામી મુર્ગેશ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. 

 સ્વામી બાબા રામદેવ અને હું તથા અન્ય મહાનુભવો તેમને સાંભળી રહ્યા છીએ .

 ૨૨ વર્ષ પહેલા ની આ સુહાની યાદે રૂપી તસ્વીર રજુ કરી છે.
નોંધ :   દરેક ફોટો / તસ્વીર મારા દ્વારા કોપીરાઈટેડ છે
Note : All photographs in “સુહાની યાંદે  Suhani Yade” , and in “Photo Gallery”,  and  in articlesare personal property of Dr Sudhir Shah. All rights Reserved.

Only anyone can see this photos on my blog. 

please note : No one can copy or download or re-print or publish in any format .

ડૉ. સુધીર શાહ 

%d bloggers like this: