Monthly Archives: ઓક્ટોબર 2009
દિપાવલી પર્વોના મુહૂર્તો
દિપાવલી પર્વોના મુહૂર્તો (સંવત 2065)
ધનતેરસ : આસો વદ 12 , તા. 15-10-2009 ના ગુરુવારે સાંજે 16-40 પછી આરંભ થશે. ( જેમાં સમય 17-00 થી 21-30 સુધી શુભ- અમૃત- ચલ ચોઘડિયાં છે.) તથા આસો વદ 13, તા. 16-10-2009 ના શુક્ર્વારે બપોરે 14-33 સુધી ધનતેરસ ગણાશે. ( જેમાં સમય સવારે 6-30 થી 11-00 સુધી ચલ – લાભ – અમૃત ચોઘડિયાં અને 12-30 થી 14-00 સુધી શુભ ચોઘડિયું છે.)
દિવાળી – લક્ષ્મીપૂજન : આસો વદ 30 ના તા.17-10-2009 ના શનિવાર છે. જેમાં સમય સવારે 08-00 થી 09-30 શુભ, 12-30 થી 17-00 ચલ-લાભ- અમૃત , 18-30 થી 20-00 લાભ, અને 21-30 થી 26-00 શુભ- અમૃત-ચલ ચોઘડિયાં છે.
વિક્રમ સંવત 2066 નવું વષઁ : કારતક સુદ 01 તા.19-10-2009 ના સોમવાર
સ્નેહમિલન દિન, ચોપડામાં મિતિ નાખવી, તથા વડીલો/ગુરુના આશીવાઁદ પામવાનો દિવસ. સવારે 06-35 થી 08-00 અમૃત અને 09-30 થી 10-00 શુભ ચોઘડિયાં છે.
ડૉ. સુધીર શાહ ના સ્નેહલવંદન
નોંધ : “નક્ષત્ર પ્રમાણે વસ્ત્રો પહેરો” લેખ “જન્મભૂમિ ” – ન્યુઝપેપર માં 08-10-2009 ના ગુરુવારે પ્રસિદ્ધ થશે. આ લેખ સતત 14 વષઁ થી છપાય છે. Research Oriented Article on “Nakshtra Pramane Vastro pahero” will be Published in “Janmabhumi News Paper” on 08-10-2009. this article is published from last 14 years.