સદ્દામ હુસૈન-Saddam Hussein અને જુલ્ફીકારઅલી ભુટ્ટો- Zulfiqar Bhutto ફાંસી ચઢવાના યોગો કયા ??
૧૯૮૧ માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ” જન્મ કુંડળી નાં બાર લગ્નો “

- Shri K. J. Mehta Retired Civil Judge
લેખક શ્રી કે. જે. મહેતા ( રીટાયર્ડ જજ ) એ પાનાં નં ૫૮ – ૫૯ શ્રી જુલ્ફીકારઅલી ભુટ્ટો ની કુંડળી ચર્ચી છે.
આ જન્મ કુંડળી માં ફાંસી ચઢવાના યોગો કયા ??
એક યોગ કહે છે કે બીજા સ્થાનનો અધિપતિ રાહુ સાથે હોય અને પાપ ગ્રહો તેને
જોતા હોય કે તેની સાથે યુતિમાં હોય તો તે જાતકનું બળજબરીથી મૃત્યુ થાય .
બીજો યોગ કહે છે કે બારમા અને આઠમા ભાવના અધિપતિઓ યોગ કરતા હોય તો બળજબરીથી મૃત્યુ થાય .
અને ઉપરોક્ત બંને યોગો શ્રી જુલ્ફીકારઅલી ભુટ્ટો ( જેઓ પાકિસ્તાન નાં ભૂતપર્વ પ્રમુખ ) ની કુંડળીમાં હતા.
આ બંને યોગો ઇરાક ના એક સમયના પ્રમુખ શ્રી સદ્દામ હુસૈન ની કુંડળીમાં પણ હતા.
અને આ બંને મહાનુભવોને ફાંસી જ મળી.
અભ્યાસ અર્થે કુંડલી આપી છે : શ્રી જુલ્ફીકારઅલી ભુટ્ટો -જન્મ તારિખ : ૦૫-૦૧-૧૯૨૮ ,
મિથુન લગ્ન , શુક્ર-શનિ-મંગલ અને કેતુ વૃશ્ચિક ના છઠે ,
સૂર્ય- બુધ ધનના સાતમે , ગુરુ મીન નો દશમે, રાહુ – ચન્દ્ર વૃષભ ના બારમે.
( ૦૪-૦૪-૧૯૭૯ માં ફાંસી )
શ્રી સદ્દામ હુસૈન – જન્મ તારીખ : ૨૮-૦૪-૧૯૩૭ ,
મીન લગ્ને શુક્ર – રાહુ , સૂર્ય – મેષનો બીજે , બુધ – કેતુ વૃષભ ના ત્રીજે ,
ચંદ્ર – મંગલ – રાહુ વૃશ્ચિકના નવમે , ગુરુ મકરનો અગ્યારમે.
( ૩૦- ૧૨ – ૨૦૦૬ માં ફાંસી )
ડૉ સુધીર શાહ
Posted on March 31, 2011, in Dr.Sudhir Shah and tagged astrology. Bookmark the permalink. Comments Off.