Vimla Shah

પૃથ્વી પર મારા આ છેલ્લા દીવસો છે. હવે કોઇ પણ ઘડિએ મારી આંખ મીંચાઇ જાય એમ બને. જીવનની આ છેલ્લી પળોમાં.
હે પરમાત્મા!!
હું તમારી ને કેવળ તમારી જ નિકટતા અનુભવી રહું એવું કરજો. મારું મન કશિ વસ્તુમાં, કોઇ વૃતીમાં રોકાઇ ના રહે, કોઇ પીડાથી વિચલીત ન થાય, મારી સાથે જીવનમાં થઇ ચુકેલા વિશ્વાસઘાતો, સગાવ્હાલાઓના છ્ળ-કપટ ને અપમાનો ને ભુલી જવાની, મને અંતીમ પળોમાં શકતી આપજો.
કોઇ અધુરપની ગ્લાનીમાં ન અટવાય એવું કરજો. મારી ભુલોને પણ આપ માફ કરજો. મૃત્યુ પળે હું માંગુ છું માત્ર તમારું સ્મરણ ,શરણ, સાનીદ્ય, હોઠ પર તમારું નામ ,હૃદયમાં તમારો ધ્વની.
નાના સુખો અને વિવિધ દુખોમાં જીવનનો આ આખો માર્ગ પસાર થઇ ગયો. શકય તેટલી શુધ્ધી રીતે મેં જીવવાનો પ્રયત્ન કર્યો છે. શાંતી થી મારું મન હવે સભર છે. હવે બધું છોડવાની વેળા આવી છે. મારા મનમાં કશી ઇચ્છા નથી, કંઇ રંજ નથી, ક્યાંય ફરીયાદ કરવાની રહિ નથી. બધા દુન્યવી સંબંધો માથી મારું મન પાછું ખેંચાઇ ગયું છે.
મૃત્યુની પરમ ઉત્કટ અનુભુતીને જીગ્યાસાથી ઝીલવા દેહની દીવાલો ભેદી વધુ પ્રકાશમય લોક તરફ ઉડી જવા હું તૈયાર છું, તત્પર છું. હવે મૃત્યુ કોઇ પણ ક્ષણે આવે હું તેને જાગ્રુતીપુર્વક ભેટી શકું એવું કરજો.
મૃત્યુ સમયે, મારી છેલ્લી પ્રાર્થના, અવશ્ય સ્વિકારજો.
તમારા જ દર્શન કરતાં કરતાં આંખો આનંન્દથી મીચાય. એવું કરજો. માનવ દેહ આપવા માટે ઘણો ઘણો આભાર. આ 30મી મે 2010 ,ના મને 84 પુરાં થશે.
વીમળા
દેહ ત્યાગ નો અફસોસ ના
કારણ કે તે તો જીવે છે સંતાનો નાં મનમાં
આદર્યા અધુરા તેમના પુરા કરો
ને પામ્યા તે સૌ (સંસ્કારો) વિસ્તરો
May her soul rest in peace!
Today on 5th August 2010 at 2.30 am she died. God has given her mukti from this earth.
Dr Sudhir Shah